ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગત તા.10 ઓગસ્ટના રોજ બાઈક લઈને જઈ રહેલા રામજીભાઈ દેવશીભાઇ ડાભીને ભલગામ અને મેસરીયા ગામના પાટીયા પાસે આઈશર નંબર GJ-36-V-3611ના ચાલક મીનેશભાઇ ચંદુભાઇ માવી રહે. હાલ સોમનાથ હોટલ રંગપર ગામની સીમ પાસે તા.વાંકાનેર વાળાએ હડફેટે લઈ ઈજાઓ પહોંચાડતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ચંદ્રપુરમાં પ્લાયવુડની રજ ઉડતા વેપારીને માર મરાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે પ્લાયવુડના વેપારી પોતાની દુકાને પ્લાટવુડ કાપતા હતા ત્યારે પ્લાયવુડની રજ ઉડતા પાડોશી દુકાનદારે પ્લાયવુડ દુકાનની અંદર કાપવાની કહી લાકડી વડે માર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વાંકાનેરના ચંદ્રપુર ગામે પ્લાયવુડની દુકાન ધરાવતા ફરિયાદી તોફીસઅખ્તરભાઈ અલીભાઈ માણસીયા, રહે.સીંધાવદર કાસમપરા તા.વાંકાનેર વાળા પોતાની દુકાને પ્લાયવુડ કાપતા હતા ત્યારે રજ ઊડતી હોવાનું કહી
આરોપી ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ કુમખાણીયા તથા ચંદુભાઈ રામજીભાઈ કુમખાણીયા રહે.જીનપરા વાંકાનેર વાળાએ ફરિયાદીની દુકાને આવી પ્લાયવુડ દુકાનની અંદર કાપવા કહી બાદમાં તું દરરોજ રજ ઉડાડે છે કહીને લાકડી વડે માર મારતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.