મેસરીયા ભરડીયાના શ્રમિકનું બેભાન હાલતમાં મોત
માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઇજા
થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત
વાંકાનેર: તાલુકાના સરધારકા ગામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે થાન ચોકડી પાસે સ્લીપ થતા તેમને પગમાં અને શરીરે ઇજા થઇ હતી બીજા બનાવમાં મેસરીયા ભરડીયાની ઓરડીમાં રહેતા શ્રમિકનું બેભાન હાલતમાં મોત નીપજેલ છે, ત્રીજા બનાવમાં માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થઈ જતા બે જણાને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. ચોથા બનાવમાં થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત નીપજ્યું છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામના વાહીદહુશેન ઈબ્રાહીમ શેરસીયા (ઉ.18) બાઈક લઈને જતો હતો ત્યારે થાન ચોકડી પાસે વાહન સ્લીપ થતા સારવાર માટે મોરબી લઇ ગયા હતા, વાહીદહુશેન રાજકોટ કોલેજના બીજા વર્ષમાં ભણે છે, જાણવા મળ્યા મુજબ થાન ચોકડીથી સરધારકા રોડ પહોળો કરવાના કામમાં કપચીના ઢગલા રોડ વચ્ચે કરતા આ અકસ્માત થયો હતો, યુવાનને મોરબી દવાખાનેથી રજા અપાઈ ગઈ છે, તેમને પગમાં અને શરીરે ઇજા થઇ હતી, બનાવ અઠવાડિયા પહેલાનો છે.
મેસરીયા ભરડીયાના શ્રમિકનું બેભાન હાલતમાં મોત
બીજા બનાવમાં મેસરીયા ગામે ભરડીયાની ઓરડીમાં રહેતા બાબુલાલ એચ. ડામોર નામના 47 વર્ષના યુવાનને બેભાન હાલતમાં મોરબીની સીવીલ હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં ડોકટરે જોઈ તપાસીને બાબુભાઈ ડામોરને મૃત જાહેર કરેલ, આથી વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ કરી હતી.
માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થતા ઇજા
ત્રીજા બનાવમાં વાંકાનેર તાલુકાના માટેલ ચોકડી પાસે બાઈક સ્લીપ થઈ જતા ભરતભાઈ રામજીભાઈ ભાડજા (ઉ.42) અને જગજીવનભાઈ વાલજીભાઈ રંગપરીયા (ઉ.59) રહે. બંને મોરબીને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.
થાન પાસેના વિજળીયા ગામે દવા પી ગયેલા યુવાનનું મોત
ચોથો બનાવ થાન તાલુકાના વિજળીયા ગામનો છે, વિજળીયામાં રહેતો વિશાલભાઈ ભુપતભાઈ ઝાલા નામનો 20 વર્ષનો યુવાન કોઈ કારણોસર ગત તા.17/12/2025 ના વિજળીયા ખાતે ઝેરી દવા પી ગયો હતો. જેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયું હતું. સીટી એ ડીવીઝન પોલીસે પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે થાન પોલીસને જાણ કરી હતી…
