ટંકારાથી આવતા બહેન અને ભાણેજ સહિત બાઇક ચાલકને ઇજા
વાંકાનેર: તાલુકાના રાતીદેવરી ગામની ચોકડી નજીક આજે અહીંથી પસાર થતા એક માલવાહક ટાટા ઇન્ટ્રા છોટા હાથી વાહન અને ત્રિપલ સવારી બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકમાં બેઠેલ એક માસુમ બાળકી અને ભાઇ-બહેનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામની ચોકડી પાસે પેટ્રોલ પંપથી આગળ વાંકાનેર તરફથી પુર ઝડપે આવતા ટાટા ઇન્ટ્રા છોટા હાથી માલવાહક ટેમ્પો અને ટંકારા તરફથી આવતા ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટંકારા ખાતેથી બહેન અને ભાણેજને લઇને વાંકાનેર આવતા બાઇક ચાલક જહાંગીર જુમાભાઈ (ઉ.વ. ૨૨), બહેન સલમાબેન આરીફભાઈ (ઉ.વ. ૩૦) અને પાંચ વર્ષીય ભાણેજ અરીના આરીફભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….