કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ટંકારાના મોટા રામપર ગામેથી બાઈક ચોરી

કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલું

ટંકારા: તાલુકાના મોટા રામપર ગામે કરીયાણાની દુકાન બહાર ખુલ્લા મેદાનમાંથી યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે…

મળેલ માહિતી મુજબ ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા પરીક્ષીતસિંહ રણુભા ઝાલા (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પિતાજી રણુભા આલુભા ઝાલાની માલીકીનું હોન્ડા કંપનીનું યુનીકોર્ન મોટરસાયકલ જેના રજી. નં-GJ-03-FN-6620 જેની કિ.રૂ.૨૫૦૦૦/- વાળુ તેઓની વાડીના મજુર રાજુભાઇ માંગીલાલ વાડીએથી મહેન્દ્રપુર ગામે દુકાને વસ્તુ લેવા માટે ગયેલ હોય અને મોટરસાયકલ દુકાન બહાર ખુલ્લા મેદાનમાં પાર્ક કરી દુકાનમાં વસ્તુ લેતા હોય તે દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ મોટરસાયકલની ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!