બાઇક સ્લીપ થતા ઇજા
વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઈન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા જાતે પ્રજાપતિ (૩૮) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૧૦૬૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બાઇક સ્લીપ થતા ઇજા
વાંકાનેરનો રહેવાસી અયુબ અબ્દુલભાઈ (૧૬) નામનો તરુણ મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થવાના કારણે તેને પગમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે
દારૂ સાથે:
સિંધાવદર ગાત્રાળનગર કેનાલનાં કાંઠે રહેતા જયાબેન વિભાભાઇ રૂપાભાઇ જખાણીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
જીનપરા શેરી નં 12 માં રહેતા મનસુખ આંબાભાઈ બારૈયા પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
જેતપરડાના અમૃત મુળજીભાઈ સત્રોડિયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો