વાંકાનેર: વીશીપરા રેલ્વે સ્ટેશન પાસે કન્યાશાળાના ગેઇટ નજીક પાર્ક કરેલ હીરો એચ.એફ ડીલક્સ કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ કલ્યાણ જવેલર્સમાં ફીલ્ડવર્ક તરીકે કામ કરતા વાંકાનેરના હીરેનગિરિ મનસુખગિરિ ગોસ્વામી (ઉ.વ ૪૦) એ ફરીયાદ કરેલ છે કે ગઇ તા. ૧૭/૧૦/૨૦૨૪ ના સવારના પોતે ધરેથી હીરો એચ.એફ ડીલક્સ બ્લેક ગ્રે કલરનુ જેના રજી નંબર-જીજે-૩૬-પી-૨૨૫૧નુ
લઇને ઓફીસે ગયેલ અને ત્યાંથી ફીલ્ડવર્કમાં વાંકાનેર વીશીપરા કન્યાશાળા પાસે ધનજીભાઇ નવધણભાઇ સીંધવને ધનતેરસની સ્કીમ અંગે જાણકારી આપવા માટે ગયેલ ત્યારે મોટરસાઇકલ સ્કુલ પાસે લોક કરી પાર્ક કરેલ અને સ્કુલમાં અંદર મળવા ગયેલ અને
થોડીવારમાં બહાર આવેલ તો મોટરસાઇકલ જોવામા આવેલ નહી, આજુબાજુમાં તપાસ કરતા મળી આવેલ નહી અને કોઇ ચોરી કરી લઇ ગયેલાનુ જણાયેલ આ મોટરસાઇકલ ની કિમત રૂ. ૨૦૦૦૦/-કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ છે. પોલીસ ખાતાએ આગળની કાર્યવાહી શરુ કરેલ છે…