રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરી
વાંકાનેર: ગોંડલ ચોરીના બનાવની તપાસ દરમ્યાન વાંકાનેરમાંથી ચોરાયેલ એક બાઈક પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે, તો રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરાયાની રાજાવડલાના એક શખ્સે ફરિયાદ કરી છે…..

જાણવા મળ્યા મુજબ રીબડા વિસ્તારમાં ચોરી કરેલ લોખંડના મુદામાલ એક સીએનજી રીક્ષામાં ભરી ગોંડલ તરફ વેચવા નીકળેલ તે દરમ્યાન સીએનજી રીક્ષા નં.ૠઉં-03-ઇડ-6277 માં બે શખ્સો અને એક શખ્સ બાઇકમાં નીકળતા તે બન્ને વાહનો રોકી રીક્ષામાં તપાસ કરતા તેમાંથી ચોરીના લોખંડના સ્પેરપાર્ટસ અલગ-અલગ પ્લાસ્ટીકની કોથળીઓ ભરેલો મળી આવેલ તેમજ મળી આવેલ બાઈક અંગે પોકેટકોપ માધ્યમથી ચેક કરતા બાઈક વાંકાનેરમાંથી ચોરી કરેલનું જાણવ મળી આવતા કુલ રૂ.3.10 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી મુન્ના લાખા વાળા (ઉવ.53, રહે. હાલ રાજકોટ કોઠારીયા રોડ સીતળાધાર 25 વારીયા પ્લોટ, મુળ સુલતાનપુર, ગોંડલ), સંજય સગરામ પરમાર (ઉવ.19, રહે. રાજકોટ કોઠારીયા રોડ જુના ટોલનાકા પાસે શીવ હોટલ પાસે) અને ગોવીંદ ઉર્ફે તોતળો રમેશ પરમાર (ઉવ.20, રહે. ગોંડલ નેશનલ હાઇવે શ્રી હોટલ સામે) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી…

રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરી
વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા પરબતભાઈ નારણભાઈ ગમારા (ઉ.૪૨) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેનું મોટર સાઈકલ સ્પ્લેન્ડર જીજે ૩૬ એકે ૪૬૧૮ કીમત રૂ.૮૭૦૦૦ નું રાજકોટ રોડ રેલ્વે ઓવરબ્રિજ પાસેથી કોઈ અજાણ્યો ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અથવા તો લોક તોડી ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે…
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો
