રાજકોટ: વાહનચોરીના બનાવો અટકાવવા એલસીબી ઝોન-૨ ટીમ કાર્યરત હતી ત્યારે હેડ કોન્સ. રાહુલભાઈ ગોહેલ, કોન્સ. જયપાલસિંહ સરવૈયા અને
અમીનભાઇ ભલુરની બાતમી પરથી લાલજી કરસનભાઈ માલકીયા (ઉ.વ.૪૭-૨હે. નવા કણકોટ તા. વાંકાનેર)ને એક બાઇક સાથે પકડી લેવાયા બાદ વિ
શેષ પુછતાછ થતાં તેણે છેલ્લા સાત મહિનામાં રાજકોટ, અમદાવાદ, ખેડામાંથી મળી ૮ વાહનો ચોરી કર્યાનું કબુલતાં તેની પાસેથી રૂા. ૨,૨૫,૦૦૦ના ૬ વાહનો કબ્જે કરાયા છે.
છુટક મજૂરી કરતો આ શખ્સ રાજકોટ શહેર આજુબાજુના વિસ્તારમાં નોકરી રોજગાર માટે અપડાઉન કરતાં લોકો જે સવારે જાહેર પાર્કિંગમાં વાહનો પાર્ક કરીને જતાં હોય તેના પર વોચ રાખતો હતો.
આવા લોકો વાહન પાર્ક કરી પછી સાંજે કે રાતે પરત આવતાં હોય છે. આવા વાહનોમાં જેમાં હેન્ડલ લોક ન હોય તે પોતે ચોરી લેતો હતો. આ રીતે તેણે રાજકોટના હોસ્પિટલ ચોકના પૂલ નીચે પાર્કિંગમાંથી, માધાપર ચોકડી ઓવરબ્રીજ પાસેના પાર્કિંગમાંથી તથા આજીડેમ ચોકડી, રવિવારી માર્કેટ પાસેથી સુર્યારામપરા ગામેથી, બામણબોર ટોલનાકા પાસેથી, કુવાડવા ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી અને ગુંદાળા ગામ પાસેથી આઠ વાહનો છેલ્લા સાત મહિનામાં ચોરી કર્યા હતાં. રાજકોટ, અમદાવાદ અને ખેડામાં નોંધાયેલા છ ગુના ડિટેક્ટ થયા છે.
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચૌધરી, ડીસીપી સુધીરકુમાર દેસાઈની સુચના અનુસાર પીએસઆઈ આર. એચ. ઝાલા, હેડ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઈ સાવલિયા, રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ જેન્તીગીરી ગોસ્વામી, જયપાલસિંહ સરવૈયા, અમીનભાઇ ભલુર, ધર્મરાજસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.
બાઈક સ્લીપ
વાંકાનેર તાલુકાના ઢુવા પાસે રહેતા ગળચર સુરેશભાઈ નાજાભાઈ મોરબીમાં નગરપાલિકા પાછળ આવેલ સદભાવના હોસ્પિટલના ખુણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ જેથી ઈજા પામેલા સુરેશભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો