વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી બાઈક નંબર જીજે ૩૬ એઇ ૭૧૮૬ લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી.
જાણવા મળ્યા મુજબ જેથી કરીને પોલીસે ૭૫૦ ની કિંમતની દારૂની બોટલો તથા ૨૦,૦૦૦ નું બાઈક આમ કુલ મળીને ૨૦,૭૫૦ ના મુદ્દામાલ સાથે મનીષભાઈ મનસુખભાઈ રાઠોડ જાતે વાલ્મિકી (૨૦) રહે. કુંભારપરા શેરી નં-૫ વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે,