કરીયાણાની દુકાને જતા હતા
વાંકાનેર: ભલગામ પાસે આવેલ કારખાનેથી કરીયાણાની દુકાને જતા એક મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ અથડાવતા શ્રમિકને ઇજા થયેલ હતી ….

જાણવા મળ્યા મુજબ રહે. હાલ આદિત્ય કારખાનુ ભલગામ તા: વાંકાનેર ખાતે રહેતા મૂળ ઓડીસાના બુડુભાઇ બસુભાઇ ગોડા (ઉ.વ.૪૦) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૦૫/૦૨/૨૦૨૬ ના રોજ સાંજના હું તથા મારો મિત્ર સુર્યામની પાઇક કારખાનેથી હાઇવે રોડ પર કરીયાણાની દુકાને કરીયાણુ લેવા જતો હોય આ વખતે 

અમારી પાછળથી એક મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ નં. GJ 36 BA 5839 અથડાવતા મને ડાબા હાથમાં, માથાના ભાગે તથા ડાબા પગમા ઇજા થયેલ હતી અને આ મોટર સાયકલ વાળો જતો રહેલ હતો, મને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયેલ વધુ સારવાર માટે રાજકોટ લઇ આવેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….
