કુંભારપરાના વૃદ્ધ ઢુવા કારખાને કામે જતા હતા
વાંકાનેર: અહીં કુંભારપરામાં રહેતા વૃદ્ધ મોટર સાયકલ લઇને ઢુવા મજુરી કામે જતા હતા ત્યારે નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે આરોપીએ સી.એન.જી. રીક્ષા પુરઝડપે રોંગસાઇડમાં ચલાવી મરણ જનારના મોટરસાયકલ સહિત હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા કરી પોતાના રીક્ષા ત્યાં મુકીને નાશી ગયાનો બનાવ બનેલ છે…..
જાણવા મળ્યા મુજબ વાંકાનેર કુંભારપરામાં રહેતા મયુરભાઈ રામજીભાઈ મકવાણા/કોળી (ઉ.વ.૩૬) એ ફરિયાદમાં લખાવેલ છે તા.૨૮/૦૨/૨૦૨૬ ના સવારના હું રાતીદેવરી સંતોષ સિરામીક ફાયર બ્રિકસના કારખાને કામે ગયેલ હતો ત્યારે શૈલેશભાઇ જીવણભાઇ મકવાણાનો ફોન આવેલ કે 
‘તમારા કાકા વાલજીભાઇ રવજીભાઇ મકવાણા મોટરસાયકલ લઇને ઢુવા માટેલ રોડ સ્પેક્ટ્રમ સિરામીકમાં કામે જતા ત્યારે નવાપરા કટ પાસે વાસુકી દાદાના મંદિર પાસે નેશનલ હાઇવે ઉપર સી.એન.જી. રિક્ષા સાથે એક્સિડન્ટ થયેલ છે અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં 
સુરેશભાઇ પરમાર તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ લઇને ગયેલ છે’ આથી હું હોસ્પિટલે ગયેલ, જ્યાં અમારા સંબંધી શૈલેષભાઇ જાંબુકિયા તથા મારા બનેવી સુરેશભાઇ બન્ને હાજર હતા, મારા કાકા વાલજીભાઈ સારવારમાં સુવડાવેલ હોઇ અને તેઓ કાંઈ બોલતા ચાલતા ન હોઇ અને 
માથાના ભાગે ઇજા થયેલ હોઇ જેથી ફરજ પરના ડોકટરે મરણ ગયેલ જાહેર કરેલ, આમ સી.એન.જી રીક્ષા રજી.નં. જીજે.૩૬.યુ.૧૫૬૨ વાળાએ પોતાની રીક્ષા પૂરઝડપે અને ગફલતભરી રીતે નવાપરાથી વાંકાનેર તરફ રોંગ સાઇડમાં આવવા દઇ વાલજીભાઇને મોટરસાયકલ સહિત હડફેટે લેતા તેને માથાના ભાગે ઇજા થયેલ હતી અને રીક્ષાચાલક રીક્ષા ત્યાં મુકીને નાશી ગયેલ હતો પોલીસ ખાતાએ ગુન્હો બી.એન,એસ, કલમ-૧૦૬(૧),૨૮૧ તથા એમ, ,વી, વી, એક્ટ-૧૧૯, એક્ટ-૧૧૯, ૧૮૪, ૧૮૪, ૧૭૭, ૧૭૭, ૧૧૩૪ મુજબ મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…
