બીજા અકસ્માતમાં ટંકારાના આધેડને ઇજા
શનીવારી બજારમાં મોબાઈલ ચોરાયો
ટંકારા: નેકનામ હમીરપર રોડ પર ની ઠોકરે બાઈક ચાલક શ્રમિક યુવાનનું મોત થયું હતું જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે…
જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહેતા ભુનાભાઇ ધનસિંહ કલેસ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ ના રોજ તે રોજીયા ગામે વાડીએ હતા ત્યારે ભાઈ સુરસિંહનું નેકનામથી હમીરપર રોડ પર અકસ્માત થયાનું જણાવ્યું હતું ગામના રાજુભાઈ વેસ્તાભાઇને ફોન કરી પૂછતા તેઓએ માહિતી આપી હતી કે
તેઓ ફરિયાદીના ભાઈ સુરસિંહ સાથે નેકનામથી ખરીદી કરી અને હમીરપર પોતાની વાડીએ અલગ અલગ બાઈક લઈને જતા હતા ત્યારે ભાઈ સુરસિંહના બાઈકને બોલેરો પીકઅપ કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી ભાઈ સુરસિંહને સારવાર માટે ટંકારા હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસી મરણ ગયેલ જાહેર કર્યા હતા…આમ તા. ૧૯ ના સાંજના સુમારે ફરિયાદીના ભાઈ સુરસિંહ ધનસિંહ કલેસ (ઉ.વ.૨૬) વાળા પોતાનું બાઈક લઈને ખરીદી કરી પરત આવતા હતા ત્યારે નેકનામ હમીરપર રોડ પર બોલેરો પીકઅપ જીજે ૩૬ વી ૦૩૦૨ ના ચાલકે બાઈકને ઠોકર મારતા સુરસિંહને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે….
બીજા અકસ્માતમાં ટંકારાના આધેડને ઇજા
ટંકારાના રહેવાસી જેઠાભાઈ નારણભાઈ મિયાત્રા નામના ૫૩ વર્ષના આધેડ મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ટંકારાના પાટીયા નજીક તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા સારવાર માટે મોરબી લઇ જવામાં આવ્યા છે…
શનીવારી બજારમાં મોબાઈલ ચોરાયો:
હાલ સાવડી જયનગર (હાર્દીકભાઇ મીઠાભાઈ પટેલ) ની વાડીમાં તા. ટંકારા રહેતા કલ્પેશભાઇ શંકરભાઇ નવલભાઇ કટારા (ઉ.વ. ૨૨) ફરીયાદ લખાવેલ છે કે સાવડી ગામના હાર્દીકભાઈ મીઠાભાઈ પટેલની જયનગર ગામના રસ્તે આવેલ વાડી ભાગવી વાવવા રાખેલ છે, મારા નાના ભાઈ જયેશ પાસે realme કંપનીનો RMX3933 મોડલ નો જેના IMEI નં.8601310 74763311, 860131074763303 નો મોબાઇલ ફોન કી.રૂ.૮,૫૦૦/- ટંકારા લતીપર ચોકડી ખાતે શનીવારી બજારમાં મોબાઇલ ફોન ખીસ્સામાંથી કોઈએ કાઢી લીધેલ છે…