કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

નવા રાજાવડલામાં બાઈક ચાલકે મહિલાને પાઇપ ફટકાર્યો

વાંકાનેર: તાલુકાના નવા રાજાવડલામાં એક મહિલાએ મોટર સાયકલ લઈને શેરીમાં અવારનવાર નીકળવાની ના પડતા ચાલક ઉશ્કેરાઇ જઈ ઝપાઝપી કરી હાથ ઉપર પાઇપ મારતા ફેક્ચર જેવી ઇજા કર્યાનો બનાવ બનેલ છે….

જાણવા મળ્યા મુજબ નવા રાજાવડલાના જયાબેન સવજીભાઇ ડેડાણીયા (ઉ.વ.૫૦) ફરીયાદમાં લખાવેલ છે કે તા.૨૬/૦૩/૨૦૨૫ ના રાત્રીના નવેક વાગ્યાના અરશામા હુ શેરીમા બેઠી હતી ત્યારે સાગરભાઇ કેશુભાઈ દેત્રોજા રહે.નવા રાજાવડલા વાળો અમારી શેરીમાં તેનુ મોટરસાયાકલ લઈને બે-ત્રણ વખત ચક્કર મારી નિકળતા મે તેને ‘અહિ મોટરસાયકલ લઈને નીકળવુ નહિ’ તેમ કહેતા

આ સાગરભાઇ મારી સાથે બોલાચાલી કરી ગાળો દેવા લાગતા મે આ સાગરભાઈને ગાળો દેવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ મારી સાથે ઝપાઝપી કરી તેના હાથમાં રહેલ પાઇપ મારવા જતા મે ડાબો હાથ આડો દેતા મને ડાબા હાથે લાગી જતા મને સખત દુખાવો થતા હુ રાડો-રાડ કરતા મારા પતિ સવજીભાઈ તથા મારા દિકરાની વહુ સાધનાબેન આવી જતા અને આજુબાજુના ઘણા માણસો ભેગા થઈ જતા આ સાગર ત્યાથી જતો રહેલ, મને સારવાર માટે મારો ભાઈ સવજીભાઈ તથા અમારા ગામના સરપંચ અનવરભાઈ તેની ગાડીમા બેસાડી મને વાંકાનેર પ્રાઇવેટ હોસ્પીટલ પીર મશાયખ હોસ્પીટલમાં સારવારમા દાખલ કરેલ ત્યાંના ડો.સાહેબે જણાવેલ કે ડાબા હાથે ફેક્ચર જેવી ઇજા થયેલ છે તેનુ ઓપરેશન કરવુ પડશે પોલીસ ખાતાએ ફરીયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી શરુ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!