કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કેરાળા બોર્ડ પાસે સ્કૂલ બસ હડફેટે બાઈક ચાલકને ઇજા

વાંકાનેર: ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા એક મજુર માણસને કેરાળા બોર્ડથી આગળ રોંગસાઇડમા આવતી સ્કુલ બસે મોટરસાયકલને હડફેટે લેતા ઇજા થયેલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર ચન્દ્રપુર અલંકાર હોટલ પાછળ રહેતા અને મજૂરી કામ કરતા રવિભાઇ છગનભાઇ સિંધવ જાતે. સરાણીયા (ઉ.વ.૨૯)એ ફરીયાદ લખાવેલ છે કે મારે સંતાનમા બે દિકરી તથા એક દિકરો છે તા-૧૧/૦૨/૨૦૨૫ના રોજ બપોરે ઘરેથી મોટરસાયકલ રજી. નં.GJ-36-AE-9031 વાળુ લઈને મીના કારખાને અબ્દુલભાઇ પાસે મજુરીના પૈસા લેવા માટે ગયેલ, પરત ફરતા કેરાળા બોર્ડથી થોડેક આગળ પહોચતા સામેથી રોંગસાઈડમાં આવતી સ્કુલ બસે મોટરસાયકલને ઠોકર મારતા મને ગંભીર ઇજા થતા હુ બેભાન જેવો થઈ ગયેલ અને ત્યા આજુબાજુના માણસો ભેગા થઈ ગયેલ અને ત્યા મારા ફુઈનો દિકરો પપ્પુને જાણ થતા તે તરત બનાવવાળી જગ્યાએ આવી ગયેલ અને તેણે 108 બોલાવેલ, વાંકાનેર સરકારી હોસ્પીટલ સારવારમા લઈ ગયેલ, પરિવારના સભ્યો મારા પિતા છગનભાઇ, મારા મમ્મી જયાબેન તથા મારી પત્નિ ગીતાબેન પણ ત્યા આવી ગયેલ, વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પીટલમા લાવેલ છે. બાદ મારા પિતાએ આ અકસ્માત કરનાર સ્કુલ બસના નંબરની તપાસ કરતા તેને જાણવા મળેલ કે આ અકસ્માત કરનાર સ્કુલ બસના રજી.નંબર GJ-03-AW-9680 હોવાનુ જાણવા મળેલ છે. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!