ટંકારા: તાલુકાના ગજડી ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ભૂતકોટડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઇડરની કટ તરફ બાઈકને વાળવા જતા કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને આ બનાવમાં આધેડને બંને પગમાં ગંભીર ઇજા થયેલ છે

જાણવા મળ્યા મુજબ ટંકારાના ગજડી ગામે રહેતા દેવદાનભાઈ લક્ષ્મણભાઈ સવસેટા (ઉ.50) એ બલેનો કાર નંબર જીજે 36 એઆર 1157 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે કે તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 સીએમ 0125 લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ભૂતકોટડા ગામના પાટીયા પાસે દવાખાના તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે ડિવાઈડરની કટ તરફ

જઈને પોતાનું બાઈક વાળતા આરોપી કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના જમણા પગની પેની ચગદાઈ ગઈ હતી અને ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે જેથી ઈજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ ભોગ બનેલ આધેડે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરેલ છે…
