બાઈકની તલાશી લેતા બિયરના ચાર ટીન મળ્યા
વાંકાનેર : અહીંની તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ ઉપરથી એક શંકાસ્પદ બાઈક ચાલકને અટકાવવા પ્રયાસ કરતા બાઈક ચાલક પોલીસને જોઈ નાસી ગયો હતો…
પોલીસે બાઈકની તલાશી લેતા બાઈકમાંથી બિયરના ચાર ટીન કિંમત રૂપિયા 492 મળી આવતા પોલીસે 25 હજારના બાઈક સહિત 25,492નો મુદ્દામાલ કબજે કરી બાઈક નંબર જીજે – 13- એપી – 9193 નંબરના ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી…