કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બિપરજોય’ પોરબંદરથી 290 કિલોમીટર દૂર

હેડ લાઈન

58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાંની અસર શરૂ, વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. તેની રફ્તાર પર તેજ થઈ રહી છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર, જ્યારે જૈખો પોર્ટથી 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઓખાના દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે ગઈકાલે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.

સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર છે. બીપરજોય વાવાઝોડાંને લઇ વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. 21 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગની નજર છે. પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ શરૂ છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.

25 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારે જૂનમાં ચક્રવાતનું સંકટ આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ બિપરજોય ગંભીર અથવા ઉચ્ચ શ્રેણીનું માત્ર પાંચમું ચક્રવાત છે. ડેટા સૂચવે છે કે 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત છે.

આઇએમડી મુજબ,1891થી ગંભીર કેટેગરીના માત્ર પાંચ ચક્રવાત (પવનની ગતિ 89 – 117 કિલોમીટર /કલાક) જૂનમાં ગુજરાતમાં લેન્ડફોલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 1900 પછીના છે. આ ગંભીર અથવા વધુ તીવ્રતાવાળા ચક્રવાત 1920, 1961, 1964, 1996 અને 1998 દરમિયાન આવ્યા હતા. આઇએમડીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 132 વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલા 16 ડિપ્રેશન અને ચક્રવાતો ગુજરાતમાં પહોંચ્યા છે.

આઇએમડીના જણાવ્યા અનુસાર ડિપ્રેશન જૂનમાં ગંભીર ચક્રવાત અથવા તેનાથી વધુ તીવ્ર બનવાની સંભાવના લગભગ 35 ટકા છે. તે પણ સમગ્ર દેશમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રને એકસાથે મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, અગાઉ માત્ર બે જ વાવાઝોડા આવ્યા હતા – 1977 અને 1998માં. જે અત્યંત ગંભીર શ્રેણીમાં તીવ્ર બન્યા હતા અને બિપરજોય આ યાદીમાં સામેલ છે.


કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સૂમસામ બન્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી.

વધુમાં 29 હેડલાઈન નીચે મુજબ છે.

(1) ભુજમાં ભારે પવનના કારણે દીવાલ પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત

(2) માંગરોળમાં મકાન ધરાશાયી થતા બાળકી સહિત ત્રણ ઘાયલ

(3) તિથલ બીચને ખાલી કરાયો

(4) કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ

(5) સલામતીને ધ્યાને રાખી કંડલા પોર્ટ બંધ કરવાનો નિર્ણય

(6) મુખ્યમંત્રીએ વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરી

(7) રાજકોટમાં બિપરજોય ઇફેક્ટ જોવા મળી

(8) પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો

(9) સોલાર પેનલને લઈ લોકોમાં ચિંતા

(10) 16 જૂન સુધી યાત્રાળુઓ દ્વારકાનો પ્રવાસ ન કરેઃ હર્ષ સંઘવી

(11) ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો

(12) ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ

(13) કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ

(14) જામનગરના દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ

(15) પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ

(16) લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી શરૂ

(17) ગુજરાતમાં વાવાઝોડાંની સ્થિતિનું PMOથી નિરીક્ષણ

(18) માંગરોળના દરિયાકાંઠે પથ્થરો ઉછળીને બહાર આવ્યા

(19) કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ

(20) ભાવનગરના બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ

(21) રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રખાયાં

(22) કોસ્ટગાર્ડે જખૌ દરિયા વિસ્તારમાં વિશેષ સૂચના આપી

(23) શિયાળ બેટની બોટ સેવા બંધ

(24) દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર

(25) માંડવી બીચ સદંતર બંધ કરાયો

(26) વલસાડનો તિથલ બીચ સહેલાણી માટે બંધ, 28 ગામને એલર્ટ

(27) કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ

(28) ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત

(29)  લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે

Content Copying Forbidden !!

error: Content is protected !!