ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય ઉમેદવારોને વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી ચૂંટાયેલ ઈસ્માઈલભાઈ કડીવાર, યુનુસભાઈ ખોરજીયા, ગુલમહમદભાઈ બ્લોચ અને જલાલભાઈ શેરસીયાને ગઈકાલના રોજ વાંકાનેરના ભાજપ કાર્યાલય, ગરાસીયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા રાજ સાહેબ કેસરિદેવસિંહ ઝાલા, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ, શહેર મહામંત્રી કે. ડી. ઝાલા, તાલુકા ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડી અને ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું.


