મોરબી જિલ્લા પંચાયત અને જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષની ટર્મના નવા પ્રમુખ માટે ભાજપ દ્વારા સેન્સ લેવામા આવી છે અને મોરબીના સર્કિટ હાઉસ ખાતે ભરત બોધરા સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી હતી.
મોરબી જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. ત્યારે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખની સીટના રોટેશન જાહેર કરી દેવામાં આવ્યા છે અને મોરબી જિલ્લા પંચાયત માટે અનુ. જાતિ અનામત હોવાથી
ભાજપમાંથી રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેથી અને કમળાબેન ચાવડા પ્રમુખની રેસમાં છે તે ઉપરાંત ઉપપ્રમુખ, કારોબારી ચેમમેન, જુદીજુદી સમિતિઓના ચેરમેન, દંડકની પસંદગી કરવામાં આવશે જેથી કરીને સેન્સ લેવા માટે મોરબી જીલ્લામાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરાને જવાબદારી સોપવામાં આવેલ છે તેની સાથે ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા પણ આવેલ છે
આવી જ રીતે મોરબી જિલ્લાની પાંચેય તાલુકા પંચાયતમાં પણ પ્રમુખ માટેની સેન્સ લેવામાં આવી છે ત્યારે જિલ્લાના ધારાસભ્યો, પાંચેય તાલુકાના પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો સહિતના ત્યાં જર રહ્યા હતા
આ સાયન્સ પ્રક્રિયાનું આયોજન મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા જેઠાભાઇ મિયાત્રાના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની સૂચના મુજબ કરવામાં આવ્યું હતું
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ