DYSP શ્રી સમીર સારડા સાહેબના હસ્તે પ્રારંભ
વાંકાનેર: શહેરમાં વધતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને નિ:સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.



માનવતાના આ સુંદર ઉપક્રમનો પ્રારંભ વાંકાનેર DYSP શ્રી સમીર સારડા સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમ્યાન મિત્ર મંડળના સભ્યો તેમજ સ્થાનિક સમાજસેવી ઉપસ્થિત રહ્યા હતા. ઠંડીના દિવસોમાં જરૂરિયાતમંદોને સહાયરૂપ થવાનો અને સમાજમાં સેવા ભાવના જાળવી રાખવાનો સંદેશ મંડળ દ્વારા આપવામાં આવ્યો હતો. જો આપના ધ્યાનમાં કોઈ નિઃસહાય વ્યક્તિ આવે, જેને ધાબળાની જરૂર હોય તો આ નંબર પર જાણ કરવા વિનંતી :- +91 98241 93274

