જામનગર,વડોદરા ઈન્ટરસિટી આંશિક રીતે રદ્દ
રાજકોટ: ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે. પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે.

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન:
ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, 07, 11, 14, 18, 21 અને 28 મે અને 04 અને 08 જૂન, 2025 ના રોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

માર્ગ માં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેન:
ટ્રેન નં. 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 07, 14, 21 અને 28 મે અને 04 જૂન, 2025 ના રોજ માર્ગમાં 50 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે…

