જિલ્લાની પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા
ત્રણ કલાકની મહેનત બાદ ચક્કાજામ હટાવી લેવા તૈયાર થતા પોલીસને રાહત
વાંકાનેર: નવાપરા ખાતે વાસુકી મંદિર સામે રોડ પર ગત મોડી રાત્રીના યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર ફેલાઈ હતો. આ મામલે આજરોજ મંગળવારે સવારે ૧૧ વાગે મૃતક યુવાનના કુટુંબીજનો અને સ્થાનિક નાગરિકો દ્વારા તમામ આરોપીઓને સ્થળ પર લાવી જાહેરમાં સરભરા કરવાની માંગ સાથે વાંકાનેર-મોરબી હાઇવે પર ચક્કાજામ સજર્યો હતો, જેના કારણે દિવાળીના તહેવારો દરમિયાન રજાનાં માહોલમાં સમગ્ર પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ હતી…..























આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા લાંબી સમજાવટ બાદ પણ સ્થાનિક નાગરિકો ચક્કાજામ હટાવવા માટે તૈયાર ન થતાં બનાવની ગંભીરતા સમજી સ્થળ પર સમગ્ર મોરબી જિલ્લાની પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા, જેમાં સમય જતા પરિસ્થિતિ કંટ્રોલ બહાર જવાની સંભાવના વધતા પોલીસ દ્વારા સામાજિક તથા રાજકીય આગેવાનોની મદદથી સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણ કલાકની મહેનત બાદ અંતે સ્થાનિક લોકો ચક્કાજામ હટાવી લેવા તૈયાર થતા પોલીસને રાહત થઇ હતી…