વાંકાનેર : ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે


વાંકાનેરની સરકારી હોસ્પિટલના પી.પી. યુનિટ ખાતે તારીખ 10 મે ને શનિવારના રોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વધુમાં વધુ લોકો રક્તદાન કરી રાષ્ટ્રહિતમાં સહભાગી થાય તે માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ દ્વારા જણાવાયું છે…

