વાંકાનેર: ભારતીય સેના દ્વારા POK વિસ્તારમાં ઓપરેશન સિંદૂર હાથ ધરી એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા હોસ્પિટલ ખાતે ઈમરજન્સી કટોકટીને ધ્યાનમાં રાખીને જવાનો માટે તથા નાગરિકો માટે તુરંત બ્લડની જરૂરિયાત પૂર્ણ થાય તે માટે જીલ્લા આરોગ્ય વિભાગ મોરબી અને તાલુકા હેલ્થ કચેરી વાંકાનેરના સહયોગથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયા દ્રારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે…


આ કેમ્પનું આયોજન તારીખ :- ૧૩/૫/૨૦૨૫ ને મંગળવારના સવારના ૯:૦૦ કલાક થી ૧:૦૦ સુધી રહેશે, એવું પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર મેસરીયાના મેડિકલ ઓફિસરશ્રીએ જણાવેલ છે….
