કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પ્રેમ પ્રકરણમાં મારામારી, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં જુના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જ્વાસા રોડ ઉપર રહેતા હરેશભાઇ ઉર્ફે મુનાભાઈ કારીયાની ભત્રીજીને અગાઉ આરોપી શામજીભાઈ અશોકભાઈ ગોરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેના મનદુઃખમાં આરોપી અમુભાઈ ઠાકરાણી, કેવલ ઠાકરાણી, શનિ ભરત ઠાકરાણી, ચિરાગ અશોક ઠાકરાણી અને શામજી અશોકભાઈ ગોરીયાએ આરોગ્યનગર ચોકમાં ઝઘડો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બીજી તરફ સામે પક્ષે શામજી અશોકભાઈ ગોરીયાએ આરોપી મુનાભાઈ કારીયા, દેવ મુનાભાઈ કારીયા, જેનિષ કારીયા અને કાળી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામે કેમ કાતર મારો છો કહી આરોપીઓએ ઢીકા પાટુની માર માર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

  • લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

    લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!