કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

તા.27 ફેબ્રુ.થી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા

પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર

જિલ્લામાં ધોરણ-10ની 13829 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ 7320 તથા સાયન્સ 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આગામી તા.27 ફેબ્રુઆરીથી શરૂ થનાર ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઇ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ શુક્રવારે સ્થળ સંચાલકો સાથે બેઠક યોજી ઝોનલ અધિકારીઓને પરીક્ષા અંગેની જવાબદારી સુપરત કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાના જણાવ્યા મુજબ ફેબ્રુઆરી-2025માં મોરબી જિલ્લામાંથી કુલ 22,937 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા માટે નોંધાયેલ છે જેમાં ધોરણ-10માં 13829, ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં 7320 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1788 પરીક્ષા આપશે. નોંધનીય છે કે, ગત વર્ષની તુલનાએ મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ-10 અને 12માં 4000થી વધુ વિદ્યાર્થીઓ વધ્યા છે. ખાસ કરીને ધોરણ 10માં ગત વર્ષ 10,693 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાં આ વર્ષે વધારો થયો છે અને આ વર્ષે કુલ 13829 વિદ્યાર્થીઓ ધોરણ-10ની પરીક્ષા આપનાર છે. એ જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ગત વર્ષે 6193 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ વધતા આ વર્ષે 7320 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બીજી તરફ મોરબી જિલ્લામાં ધોરણ-12 સાયન્સનું સૌથી ઉચુ પરિણામ આવવા છતાં આ વર્ષે 1788 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. ગત વર્ષમાં મોરબી જિલ્લામાં ધોરણ-12 સાયન્સમાં 1836 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા…મોરબી જિલ્લામાં 18 તજજ્ઞ શિક્ષકો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે
મોરબી જિલ્લામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ 18 તજજ્ઞ શિક્ષકોને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવા મેઈ વિશેષ જવાબદારી સુપરત કરી તમામ શિક્ષકોના વિષય મુજબ મોબાઈલ નંબર જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ પોતાના લગત વિષયો અંગે શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે…(1) જીવાણી જનકભાઈ/ રસાયણ વિજ્ઞાન/ 9712460550 (2) રસીલાબેન પટેલ / જીવ વિજ્ઞાન/ 8140750736 (3) ગાંભવા સુધીરભાઈ / ભૌતિક વિજ્ઞાન/ 9925650006 (4) સિપાઈ ગુલામોહમદ/ સમાજશાસ્ત્ર /8128131093 (5) રામાનુજ હાર્દિક / અંગ્રેજી /7698049462 (6) કડીવાર ધર્મિષ્ઠાબેન/ હિન્દી / 9428034655 (7) નથવાણી હિરેનભાઈ / આંકડાશાસ્ત્ર / 9924112312 (8) લાલવાણી સપનાબેન / અર્થશાસ્ત્ર /9913994664 (9) પૈજા નિશીથ / ગણિતશાસ્ત્ર / 9979313133 (10) મોરડીયા હેતલબેન / ગુજરાતી /9925579530 (11) ચીકાણી લતાબેન / મનોવિજ્ઞાન /9687523935 (12) બસિયા વિશાલભાઈ /નામનાં મૂળતત્વો / 9979380213 (13) ગાંભવા મહેશભાઈ / ગણિત – વિજ્ઞાન /6353040020 (14) બરાસરા હિરેનભાઈ / ગણિત – વિજ્ઞાન /9638060242 (15) જાદવ પ્રકાશભાઈ / સામાજિક વિજ્ઞાન / 9879784747 (16) બાદી મકબુલ / અંગ્રેજી / 9016512573 (17) વાઘેલા હમીરભાઈ / હિન્દી /9825779186 (18) ભંખોડીયા મુકેશભાઈ / ગુજરાતી /9909065139 બોર્ડની પરીક્ષા માટે જિલ્લામાં હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષાને લઈ જિલ્લા કક્ષાએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે જેમાં જિલ્લા કક્ષાએ (1) પી.વી.અંબારીયા મો.9879784033, (2) બી. એલ. ભાલોડીયા મો.9428263340 તેમજ (3) એસ.જે. મેરજા મો.9913052124 ઉપર સંપર્ક કરવા જાહેર કરાયું છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!