બંને અલગ અલગ બનાવ
વાંકાનેર : ઢુવા નજીક અજાણ્યા પુરુષની ગળાફાંસો ખાધેલી હાલતમાં અને રાતાવિરડા ગામની સીમમાં પાણી ભરેલા તળાવમાં કોઈ કારણોસર ડુબી જવાથી લાશો મળી હોવાના બનાવ સામે આવ્યો છે.


મળેલ માહિતી મુજબ હાલતમાં ઢુવા ગામની સીમમાં 20 નાલા પાસે આવેલ સુરાપુરા દાદાના મંદિર પાસે એક અજાણ્યા પુરુષની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવેલ છે. આ પુરુષના વાલી વારસ અંગે જે કોઈને જાણ હોય તેને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન મોબાઈલ નંબર- 6369626086 તથા તપાસ કરનાર એએસઆઈ સુરેશભાઈ ચાવડા મોબાઈલ નંબર 98790 76130 ઉપર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે….
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ સીમ સ્ટોન ગ્રેનાઇટ સિરામિક નામાના કારખાના પાસે આવેલ પાણી ભરેલા તળાવમાં કોઈ કારણોસર ડુબી જવાથી અજાણ્યા ૩૫ થી ૪૦ વર્ષિય ઉંમરના પુરુષનું મોત થયું હોય, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
