ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે મૃત્યુ પામેલ
વાંકાનેર: તાલુકાના ભીમગુડા ગામનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું ભટકતું જીવન જીવતો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાં મૃત્યુ પામેલ હાલતમાં મળી આવેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામે રખડતું ભટકતું જીવન જીવતો કિશોરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉ.35) નામનો યુવાન ટંકારા તાલુકાના ઘુનડા (સ) ગામના સ્મશાન પાસે અવેડાની બાજુમાં મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને 
આ બનાવની મૃતક યુવાનના ભાઈ શંકરભાઈ અલૂભાઇ આંકરિયા (ઉ.37) રહે. હાલ કડીયાણા તાલુકો હળવદ વાળાને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃત્યુ બાબતે તેના ભાઈને કોઈ શંકા કે વહેમ નથી તેમ છતાં પણ 
મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવની ટંકારા પોલીસને નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

