છરી સાથે બે જણા પકડાયા
વાંકાનેર : તાલુકાના ભલગામ નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવેલ છે અને બીજા બનાવોમાં છરી સાથે બે જણા પકડાયા છે….

જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવેલ હોટલ આઇકૃપા સામે આદિત્ય લોખંડના કારખાનાની દીવાલ પાસેથી અંદાજે 40થી 50 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસો અંગે તપાસ શરૂ કરી છે.
છરી સાથે બે જણા પકડાયા
વાંકાનેર સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઈસ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં રહેતા જગદીશભાઈ વલ્લભભાઈ વાઘેલા અને આરોગ્યનગર બસ સ્ટેન્ડ પાસે રહેતા અજય નાનજીભાઈ અસાઇયા પાસેથી હથીયાર તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવી છરી મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો:- જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ અને જાહેરના મા ક્રમાંક ના.જે/એમ.એ.જી/જા. નામુ. ૩૭(૧)/જા. નામુ/૩૧૧૫૪૩/૨૦૨૬ તા.૩૧/૦૩/૨૦૨૬૨૦૨૬ના હથીયાર બંધી જાહેરનામા હકમનો ભંગ ના હુકમનો ભંગ કરવાનો નોંધેલ છે…

