ત્રીસ વર્ષીય યુવાનના મોતનું કારણ અકબંધ
વાંકાનેર: તાલુકાના તિથવા ગામની સીમમાં હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વડસર તળાવ નજીકથી ગઇકાલે એક યુવાનનો મૃતદેહ મળી આવતાં, આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે……
જાણવા મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વળસર તળાવ નજીકથી ગઈકાલ સાંજના સમયે પ્રકાશભાઈ લાખાભાઈ બાર (ઉ.વ. ૩૦) નામના યુવાનનું અજ્ઞાત કારણોસર મોત થતાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવમાં તાલુકા પોલીસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે…