કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

વાંકાનેર પાસે ટ્રેનમાં બોગસ ટી.ટી. ઝડપાયો

વાંકાનેર: બોગસ અધિકારીઓના નામે તોડ કરતા ગઠિયાઓ અનેક વખત પોલીસની ઝપટે ચડ્યા છે અને હવે કોઈપણ લાઈસન્સ કે આધાર વગર ટીકીટ ચેક કરતો બોગસ ટીટીને આરપીએફએ રંગેહાથ ઝડપી લઈ તપાસ કરતા ઓખા-નાથદ્વારા ટ્રેનમાં કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો આગ્રાના શખ્સની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.


આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ઓખા-નાથદ્વારા ટ્રેનમાં કોઈપણ જાતના આધાર કે પુરાવા વગર એક શંકાસ્પદ શખ્સ બ્લેક પેન્ટ અને વાઈટ શર્ટ પહેરી ટીટીના ડ્રેસકોડમાં મુસાફરો પાસે ટીકીટ ચેક કરી રહ્યો હોવાની આરપીએફના પીએસઆઈને માહિતી મળતા જનરલ કોચમાં તપાસ કરતા મુળ આગ્રાના

અને ટ્રેનમાં જ કોચ એટેન્ડન્ટ તરીકે નોકરી કરતા પ્રેમસીંગ મોહનલાલ ઉ.વ.34 મળી આવ્યો હતો. આરોપી પાસે ટીકીટ ચેક કરવાના કોઈ પણ જાતના આધારપુરાવા કે લાઈસન્ય ન હતું. આમ છતાં મુસાફરો પાસે ટીકીટ ચેક કરી પૈસા પડાવતો હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ અમદાવાદથી રાજકોટ આવતા

મુસાફર જીતેન્દ્ર વર્મા પાસેથી ટીકીટ ચેક કરવાના બહાને 200 રૂપિયા પણ પડાવી લીધા હતા અને તેની કોઈ પણ જાતની પહોંચ પણ આપી ન હતીં. મુસાફરો પાસેથી પૈસા ખંખેરવાના ઈરાદે જ કોચ એટેન્ડન્ટ પ્રેમસીંગ મોહનલાલે અનેક મુસાફરો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું બહાર આવતા આરોપીને રેલવે પોલીસના

હવાલે કરી દઈ તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી આરપીએફના પીએસઆઈ નિકુંજ પટેલ, હેમંત મકવાણા, પ્રવિણભાઈ સોયા, મધુરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરી હતી.

કમલ સુવાસ ન્યુઝના ગ્રુપમાં અમે કોઈને Ad કરતા નથી, જેમણે સમાચાર જોઈતા હોય તેમણે Join થવાનું રહે છે
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!