કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોઠારીયા પાસે બોલેરો રિક્ષા સાથે ભટકાઈ

ત્રણ ઈજાગ્રસ્ત સારવારમાં: ટોળ સગપણ જોઈ પરત ફરતા બનેલો બનાવ

વાંકાનેર: રીક્ષામાં બેસી કોઠારીયા ગામથી વાંકાનેર તરફ આવતા પાછળથી બોલેરોના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આગળ જતી રીક્ષામાં પાછળથી ભટકાડી દઈ ઇજાઓ પહોંચાડી તેમજ રીક્ષામાં નુકશાની કર્યાની ફરિયાદ થઇ છે…રાજકોટ તાલુકાના હડાળા ગામ આણંદપર વાળા રસ્તે રહેતા સંજયભાઈ રઘુભાઈ સીતાપરા (ઉ.વ.૩૫)એ ફરીયાદમાં લખાવેલ છે કે તા. ૧૬/૦૧/૨૦૨૫ ના ટંકારા તાલુકાના ટોળ ગામે મારા સાળી હિનાબેનનું સગપણ જોવા માટે ફરિયાદી અને અન્ય કુટુંબીજનો ગયા હતા,સગપણનું જોઈ કામ પતાવી બપોરના ફરિયાદીના ફુવા શામજીભાઈની રીક્ષા રજી.નં. GJ-03-CT-53 99 વાળીમાં બેસી ફરિયાદીના સાસુ સસરા વાંકાનેર રહેતા હોય વાંકાનેર આવવા માટે નીકળેલ, રિક્ષામાં ફરિયાદીના પત્ની, ફઇ હંસાબેન, સાળી નિકિતા, કાકાજી સસરા ગોવિંદભાઈ, દિકરી પૂજા, જાનવી, સાળો સતિષ તથા દિકરો યુવરાજ એમ બેઠા હતા અને રીક્ષા કોઠારીયા ગામથી વાંકાનેર જતી હતી તેવામાં અચાનક જ પાછળથી આવતી બોલેરો ગાડી રીક્ષા સાથે ભટકાયેલ અને તે વખતે રસ્તામાં ખાડો હોય રીક્ષા ધીમી થયેલ હતી, બોલેરો ગાડી ભટકાતા ફરિયાદીના બન્ને પગમાં અને દિકરા યુવરાજ અને સાળાને ઈજા થયેલી, ફરિયાદીને લોહી નીકળતા ચક્કર આવવા લાગેલ અને ૧૦૮માં અમો બધાને સારવાર માટે વાંકાનેર હરીઓમ ઓર્થોપેડીક હૉસ્પિટલમાં લાવેલ અને જમણા પગમાં ઓપરેશન કરીએસટી ડેપોમાં મેનેજરની નિમણૂક કરો: મઝદૂર સંઘપ્લેટ બેસાડેલ છે અને ડાબા પગમાં ફ્રેક્ચર હોય પ્લાસ્ટર કરેલ છે તેમજ દિકરા તથા સાળા સતિષભાઈને સારવાર લીધેલ. દુધના કેન ભરેલી આ સફેદ બોલેરો રજી.નં. GJ-36-V-0058 વાળી હતી ગુન્હો બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ)(બી) તથા એમ.વી. એકટ ૧૭૭, ૧૮૪ મુજબ નોંધાયેલ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!