લાંબાવાયેલી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળવો જોઈએ
વાંકાનેર: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપેલ માહિતી મુજબ લાંબા અંતરની 6 ટ્રેનો જે અમદાવાદ સુધી જ આવતી હતી, તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે,
હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન બહાર પડે તે પહેલા આ ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળે, એ માટે અત્યારથી જ બંને સાંસદ રજૂઆત કરે, એવી લોકલાગણી છે. કારણ કે નોટિફિકેશન બહાર પડયા પછી વાંકાનેર સ્ટોપ અપાવવું બહુ અઘરું અને વિલંબિત થઇ પડતું હોય છે.
સૌરાષ્ટ્રવાસીઓ માટે લાંબા અંતરની 6 ટ્રેનો લંબાવાઈ છે, જેમાં
ટ્રેન નં. 19421/22 અમદાવાદ – પટના એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, પ્રયાગરાજ, વારાણસી, કાશી થઇને પટના જાય છે)
ટ્રેન નં. 22967/68 અમદાવાદ – પ્રયાગરાજ એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, નંદુરબાર, ખંડવા, જબલપુર, સતના થઇને પ્રયાગરાજ જાય છે)
ટ્રેન નં. 19413/14 અમદાવાદ – કોલકાતા એક્સપ્રેસ, (આ ટ્રેન ઉજ્જેન, બીના, આસનસોલ થઇને કોલકાતા જાય છે)
ટ્રેન નં. 11049/50 અમદાવાદ – કોલ્હાપુર એક્સપ્રેસ, (આ ટ્રેન સુરત, કલ્યાણ જંકશન, પુણે, થઇને કોલ્હાપુર જાય છે)
ટ્રેન નં. 22137/38 નાગપુર – અમદાવાદ એક્સપ્રેસ (આ ટ્રેન નાગપુરથી અકોલા, જલગાઉં, સુરત થી અમદાવાદ આવે છે)
ટ્રેન નં. 12917/18 અમદાવાદ – હઝરત નિઝામુદ્દીન સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ (આ ટ્રેન ગોધરા, રતલામ, મથુરા થઈને હઝરત નિઝામુદ્દીન જંક્શન જાય છે)