વાંકાનેર: તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના એક મકાનની બાજુમા આવેલ બાવળની કાંટમાંથી બાતમીના આધારે પોલીસે રેડ પાડતા ઈંગ્લીશ દારૂની દશ બોટલ મળી આવી હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના ગારીયા યગ્નપુરૂષનગરના વિશાલભાઈ મન્છારામભાઈ ગોંડલીયા (ઉ.24) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કી, ૭૫૦ એમ.એલ. ની શીલપેક
ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦ કિ રૂ.૬૯૬૦/-ની પોતાના મકાનની બાજુમા આવેલ બાવળની કાંટમા રાખી મળી આવતા ગુન્હો પ્રોહીબીશન એક્ટ ક.૬૫(એ)(એ), ૧૧૬(બી)મુજબ નોધાયોછે, કાર્યવાહી
વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના આર્મ એ.એસ.આઈ ચમનભાઇ ડાયાભાઇ ચાવડા, અશ્વિનભાઈ તથા અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી…