તીથવા ગામે વાડીમા જુગાર કલબ ઝડપાઇ
વાંકાનેર: મિલ પ્લોટ ફાટક પાસેથી મોરબી એલ સી બી એ ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫૬ કબ્જે કરી બે શખ્સો સામે ગુન્હો નોંધ્યો છે.
મળેલ માહિતી મુજબ (1) મુળરાજસિંહ નવલસિંહ ઝાલા (ઉ.વ. 42) રહે. હાલ વાંકાનેર મીલ પ્લોટ ફાટક પાસે સ્વપ્નલોક સોસાયટી વાંકાનેર મૂળ રહે. સુરેન્દ્રનગર અને (2) થોભણભાઇ નામના આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી આરોપી નં.-૦૧ વાળાના કબ્જા ભોગવટા વાળી ઈનોવા કાર નંબર-GJ-03-ER-6826 માંથી ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ બોટલો નંગ-૧૫૬ કી.રૂ.૬૨,૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૧૦,૦૦૦ /- તથા ઈનોવા કાર કી.રૂ. ૩,૦૦,૦૦૦/- વાળીમાં આરોપી નંબર-૦૨ પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવી આરોપી નં બર-૦૧ વાળો કુલ કી.રૂ. ૩,૭૨,૪૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઈ તથા આરોપી નંબર-૦૨ હાજર નહી મળી આવતા ગુન્હો પ્રોહી કલમ ૬૫(એ) (ઈ), ૧૧૬-(બી), ૮૧, ૯૮(૨), મુજબ નોંધી આગળની કાર્યવાહી કરેલ છે. કાર્યવાહી પોલીસ કોન્સ. એલ.સી.બી. મોરબી વિક્રમભાઈ લાભુભાઈ કુગસીયા, પેરેલ ફર્લો સ્કોડના એ.એસ.આઈ. હીતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમા, રામભાઈ નારણભાઈ મંઢ, તથા પો.હેડ કોન્સ. દશરથસિંહ રણજીતસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી હતી….
તીથવા ગામે વાડીમા જુગાર કલબ ઝડપાઇ
વાંકાનેર તાલુકાના તીથવા ગામની કાંકરીયા નામે ઓળાખાતી સીમમા આરોપી સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા રહે.તીથવા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીમા ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી (૧) સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા (૨) દિનેશભાઇ ભવાનભાઈ કાનાણી (૩) મહમંદરફીકભાઇ અહમદભાઇ વકાલીયા (૪) કાંતીલાલ બેચરભાઇ ભુત ઉવ.૫૧ રહે.સજનપર અને (૫) દિપકભાઈ કરમશીભાઇ દેત્રોજા ઉવ પર રહે.મોરબી વાળાને રોકડા રૂપીયા ૫૩,૮૫૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. આ સફળ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા, તીથવા ઓ.પી. ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ. કીર્તીસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. જયેશભાઇ માણસુરીયા તેમજ લોકરક્ષક કીશનભાઈ મેર સહિતના સ્ટાફે કરી હતી.
