ઢુવા ચોકડી પાસે તાળા ફંફોસતો મળી આવ્યો
વાંકાનેર: તાલુકાના માટેલ ગામના શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી છે, જે તેમણે માથકના શખ્સ પાસેથી મેળવ્યાનું ખુલતા બંને સામે ગુન્હો નોંધાયો છે….જાણવા મળ્યા મુજબ (1) મહેશ ટીડાભાઈ ધીણોજા (ઉ 29) રહે. માટેલ સહકારી મંડળીની સામે અને (2) અજય રૂડાભાઇ જેતપરા રહે. માથક, તા. હળવદ સીતારામ મઢુલી પાસે બાવળની કાંટ પાસેથી આરોપી નં.(૧) એ ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર આરોપી ભારતીય બનાવટની પરપ્રાંતીય અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કુલ બોટલો નંગ-૦૫ કિ.રૂ.૨૭૯૩/-નો મુદામાલ આરોપી
નં.(૨) પાસેથી મેળવી પોતાના કબજામાં વેચાણ કરવાના ઇરાદે રાખી આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી રેઈડ દરમ્યાન આરોપી નંબર-૧ હાજર મળી આવી તથા આરોપી નંબર-૨ હાજર નહિ મળી આવી ગુનો પ્રોહીકલમ-૬૫(એ), ૧૧૬-(બી), ૮૧ મુજબ નોંધાયો છે…
ઢુવા ચોકડી પાસે તાળા ફંફોસતો મળી આવ્યો
ઢુવા ગામનો બાબુ જાદવજીભાઈ લીલાપરા ઢુવા ચોકડી પાસે બંધ દુકાનોના અંધારામાં તાળા ફંફોસતો મળી આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે…