બેનર હોર્ડિંગ્સ હટાવાયા: પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: તાલુકાના ધમલપર-ર સ્ટેશન રોડ પર રહેતા એક શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો પકડાઈ છે
જાણવા મળ્યા મુજબ ધમલપર સ્ટેશન રોડ રહેતા રવિભાઈ શંકરભાઈ કાંજીયા જાતે-કોળી (ઉ.વ.૨૭) પાસેથી
ઇંગ્લીશ દારૂની શીલબંધ બોટલો નંગ-૧૮ કી.રૂ. ૭૨૦૦/- મળી આવતા પોલીસ ખાતાએ ધરપકડ કરી છે. અને પ્રોહી.એકટ કલમ-૬૫ એ.,૧૧૬ બી મુજબ કાર્યવહી કરેલ છે.
પીધેલ:
વાંકાનેર નવાપરામાંથી કિશોર ઉર્ફે ટારઝન ખુશાલભાઈ સોલંકી પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમના ભંગ:
(1) પીપળીયારાજના કડીવાર એજાજહુસેન મહમદહુસેન અને (2) સરતાનપરના વિપુલ હંસરાજભાઈ વિંઝવાડિયા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
આચારસંહિતાની અમલવારી મામલે બેનર હોર્ડિંગ્સ હટાવાયા
વાંકાનેર : લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બનતા મોરબી જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વાંકાનેર શહેર વિસ્તારમાં લગાવવામાં આવેલ ચૂંટણી લક્ષી પ્રચાર સાહિત્ય એવા બોર્ડ, હોર્ડિંગ અને પોસ્ટરો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.