કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

બાઉન્ડ્રી: દારૂ બિયરનો 24 લાખનો મુદામાલ પકડાયો

વીનયગઢ, રાતીદેવરી, હસનપર, મિલ પ્લોટ, માટેલના સમાચાર

વાંકાનેર: એલસીબી ટીમ મોરબીને બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી દમણથી રાજકોટ જઈ રહેલા વિદેશી દારૂ ભરેલા આઇસર ટ્રકને ઝડપી લઈ અંદાજે 24 લાખથી વધુનો મુદમાલ કબ્જે કર્યો હતો.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

મોરબી એલસીબીને બાતમી મળી હતી કે, દમણથી દારૂ ભરીને એક આઇસર રાજકોટ દારૂ અને બિયરનો જથ્થો ઠાલવવા જઈ રહ્યું છે જે બાતમીને આધારે એલસીબી પોલીસે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ડ્રાઈવર વિજય હોટલ પાસે વોચ ગોઠવી જીજે – 15 – AX – 0194 નંબરના આઇસર ટ્રકને અટકાવી તલાશી લેતા

ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ વોડકા અને વ્હિસ્કીની 2612 બોટલ તેમજ 4560 નંગ બિયર ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે દસ લાખની કિંમતનો ટ્રક, રોકડા રૂપિયા 6500 તેમજ મોબાઈલ નંગ 5000 રૂપિયા મળી કુલ 24.02 લાખના મુદ્દામાલ મળી આવતા ટ્રક ચાલક આરોપી સુભાષસિંગ કેદારસિંગ રહે.બિહાર રાજ્યવાળાની ધરપકડ કરી હતી.

વધુમા આરોપી સુભાષસિંગ કેદારસિંગ રહે.બિહાર વાળાની પૂછપરછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી હેમંત પટેલ રહે.દમણ વાળાએ મોકલ્યાનું કબુલતા એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. આ સફળ કામગીરી ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એમ.પી.પંડ્યા, પીએસઆઇ કે.એચ ભોચિયા અને એસ.આઈ.પટેલ તેમજ એલસીબી પોલીસ ટીમે કરી હતી.

વીનયગઢ, રાતીદેવરી, હસનપર, મિલ પ્લોટ, માટેલના સમાચાર

સર્પાકારે મોટર સાયકલ:
વાંકાનેર તાલુકાના સતાપર ગામના તળાવ પાસે રસ્તા પર મોટર સાયકલ લઈને નીકળેલા વીનયગઢના રઘુભાઈ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૯) મોટર સાયકલ જાહેર રોડ ઉપર સર્પાકારે ચલાવી આવતો જોવામાં આવતા પોલીસ ખાતાએ ગુન્હો એમ.વી.એકટ કલમ ૧૮૫ તથા પ્રોહિ. કલમ ૬૬(૧)બી મુજબ નોંધી હોન્ડા રજી. નં. GJ-36-AB-4119 કી.રૂ.૨૦,૦૦૦/- વાળું કબ્જે કરેલ છે
દારૂ સાથે:
(1) રાતીદેવરીના અનિરુદ્ધસિંહ છત્રસિંહ ઝાલા (2) રાતીદેવરીના જ પ્રહલાદસિંહ રણજીતસિંહ ઝાલા અને (3) માટેલ સીમમાં બ્રાવેટ સીરામીક પાસે રહેતા ફાતુબેન રવજીભાઈ વાજેલીયા પાસેથી દેશી દારૂ મળી આવ્યો
પીધેલ:
શક્તિપરા હસનપરના પ્રવીણ જેઠાભાઇ પરમાર પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
ટ્રાફિક નિયમના ભંગ સબબ મિલ પ્લોટ નવું હાઉસિંગ બોર્ડમાં રહેતા વિપુલ ધીરુભાઈ ભોજવીયા સામે કાર્યવાહી

 

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!