કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ધર્મનગરમાં પરણીતાનો પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો

વાંકાનેર: મૂળ માળીયા હાટીના જી.ગીર સોમનાથના હાલ વાંકાનેર ધર્મનગરમાં રહેતા એક પરણીતાએ કોઈ પણ કારણોસર માનસીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય ફરીયાદ થઇ છે…

જાણવા મળ્યા મુજબ નાવદ્રા, તા.વેરાવળ, જી. ગીરસોમનાથના રહીશ અરજણભાઈ માંડાભાઈ ભરડા, જાતે.કોળી, (ઉં.વ.૫૦) વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે વાંકાનેર સીટી પો.સ્ટે. અ.મોત નંબર ૧૬/૨૦૨૫ તા.૨૭/૦૩/૨૦૨૫ બી.એન .એસ.એસ.કલમ-૧૯૪ મુજબના કામે મારી પુછપરછ કરતા લખાવું છુ કે, ગઈ તા.૦૬/૦૨/૨૦૨૫ ના રોજ મારી બીજા નંબરની દિકરી જસવંતીબેનના લગ્ન દુધાળાગીર ગામે રહેતા નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા સાથે થયેલ હતા અને હોળીમાં મારી દિકરી જસવંતી આવ્યા બાદ ત્યાથી પરત જઈને તે બન્ને વાંકાનેર જ્યા નીલેશભાઈ કામ કરતા હોય, ત્યા નીલેશભાઈના ભાઈ અલ્પેશ તથા તેના બનેવી સંજયભાઈ રાઠોડ સાથે રહેવા આવી ગયેલ હતા ત્યારબાદ

તા. ૨૬/૦૩/૨૦૨૫ ના સાંજના આશરે ચારેક વાગ્યે અમારા વેવાઈ મેણશીભાઈનો ફોન આવેલ અને જણાવેલ કે ‘તમારી દિકરી જસવંતીએ ગળેફાંસો ખાઈ લીધેલ છે’ જેથી મેં આ બાબતે અમારા કુટુંબને વાત કરતા હું તથા અમારા ગામના સરપંચ કાનજીભાઈ તથા મારો ભત્રીજો પ્રતાપ, મારી પત્નિ દુધીબેન તથા મારા ભત્રીજાની પત્નિ જેઠીબેન એમ બધા પ્રાઈવેટ વાહન કરાવી અહીં વાંકાનેર સરકારી હોસ્પીટલ આવેલ, મારી દિકરીની લાશ તેના પતિ નિલેશભાઈને સોપવાનું કહેલ અને અમો ત્યાથી નીકળી ગયેલ
આમ નિલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા તથા તેના ભાઈ અલ્પેશભાઈ મેણશીભાઈ કરગઠીયા રહે.બન્ને-દુધાળા ગીર તા.માળીયા હાટીના જી.ગીર સોમનાથ તથા નીલેશભાઈના બનેવી સંજયભાઈ રાણાભાઈ રાઠોડ રહે.-ખેરા ગામ તા.માળીયા હાટીના જી.જુનાગઢ વાળાએ મારી દિકરી જસવંતીબેન (ઉં.વ.-૨૪) વાળીને કોઈ પણ કારણોસર માનસીક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા તેણે પોતાના ઘરે પોતાના હાથે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા મરણ ગયેલ હોય તો આ ઉપર જણાવેલ તમામ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!