કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા

તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાં આવેલા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવા કલેકટર દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા જે જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં નેશનલ હાઇવે રોડ ઉપરથી માળીયા થઈને પીપળીયા તરફ જવા માટે જે રસ્તો છે તે રસ્તામાં મચ્છુ નદી ઉપર મેજર બ્રિજ આવેલો છે તે બ્રિજ ફાઇનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી માળિયાથી પીપળીયા તરફ જવા ભારે વાહનોનો પ્રવેશ બંધ કરીને તેના માટે પ્રતિબંધ મૂકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

અને માળિયાથી પીપળીયા થઈને જામનગર તરફ આવવા જવા માટેના જે વાહનો પસાર થતા હતા તેને હવે માળિયાથી મોરબી ટંકારા આમરણ ધ્રોલ લતીપર વાળા રસ્તા ઉપર થઈને જામનગર તરફ આવવા જવાનું રહેશે. આવી જ રીતે જામનગર કે રાજકોટ તરફથી કચ્છ તરફ જતા ભારે વાહનોને આ રસ્તા ઉપરથી જ આવવા જવાનું રહેશે.ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ (ધમલપર) તરફથી ઈદ મુબારક

આ ઉપરાંત વાંકાનેર કુવાડવા રોડ ઉપર જે મેજર બ્રિજ આવેલ છે તે પણ ભારે વાહનો માટે થઈને હાલમાં બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે રાજકોટ તરફ આવતા અને જતાં વાહનો માટે બ્રિજની ડાઉન સ્ટ્રીમમાં એક ડાયવર્ઝન પરથી વાહનોની અવર-જવર થઈ શકે તે પ્રકારે વૈકલ્પિક રસ્તો કરવામાં આવેલ છે.કિશાન સ્ટોન ક્રશર (વડસર) તરફથી ઈદ મુબારક

ધાંગધ્રા-કૂડા-ટીકર રોડ ઉપર જે મેજર બ્રીજ આવેલો છે તે બ્રિજને પણ ભારે વાહનો માટે થઈને બંધ કરવામાં આવ્યો છે અને આ બ્રિજેના રીપેરીંગ કામ અને સ્લેબ રિકાસ્ટિંગનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે. આમ મોરબી જિલ્લાના જુદા જુદા ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!