કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મચ્છુ નદી પર પૂલનું રૂા.9.91 કરોડના ખર્ચે નિર્માણ થશે

આઠ વર્ષથી અધૂરૂ કામ આગળ વધશે

સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મ્યુ.કમિશનર તથા ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી

વાંકાનેર: મચ્છુ નદી પરનો 8 વર્ષથી અધૂરો પૂલ 8 કરોડ 91 લાખના ખર્ચે તેમજ 24 મહિનામાં બનશે જેનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી આજે કરશે. મચ્છુ બ્રિજની મુલાકાત મ્યુનિસિપલ કમિશનર જાનીએ લીધી હતી.

સાથે વાંકાનેર મહારાણા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહેલ તેમજ ભાજપ મહામંત્રી દિપકસિંહ ઝાલા, અમિત શાહ, તેમજ તેમજ ભાજપ અગ્રણીઓની હાજરીમાં જાનીએ આ અંગે ખુશીના સમાચાર આપતા વાંકાનેર વાસીમાં લાગણી પ્રસરી હતી, સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ લોક ઉપયોગી કાર્ય કરી સાચા અર્થમાં લોક સેવક બની ઉભરી આવ્યા છે.

વાંકાનેર નદી પર પુલનો 8 વર્ષ પહેલાનો અધુરો પડતર પ્રશ્ન જે વાંકાનેર નગરપાલીકા વહીવટદાર સમયમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ સંગઠન દ્વારા અગાઉ રજુઆત કરવામાં આવેલ હતી.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કિડ્સ પેલેસ- રાજકોટ તરફથી શુભેચ્છા

ઘણા લાંબા સમય બાદ આ પુલ અંગે કોઈપણ કાર્યવાહી ન થતા વાંકાનેર રાજવી અને હાલના રાજયસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્વારા શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરેલ જે રજૂઆતને ધ્યાને લઈને મચ્છુ નદીના પુલની મ્યુનિસિપલ કમિશનર જાની દ્વારા રૂબરૂ મુલાકાત લીધેલ.

આ તકે રાજયસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહેલ તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહેલ. આ પૂલ વહેલી તકે બનાવવામાં આવશે તેવું મ્યુ.કમિશનર જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ખુશીના સમાચાર મળતા વાંકાનેર શહેરમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

Content Copying Forbidden !!

error: Content is protected !!