કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ભાઈએ પીધો ભાઈ લાવ્યો પોલીસ સ્ટેશને !

વાંકાનેરમાં એક ભાઈએ નશો કર્યો તો બીજા સગા ભાઈએ પીધેલને પકડી પોલીસ સ્ટેશને લાવી કાયદેસર કરવાની માંગ કરી હતી.

બનાવની વિગત મુજબ વાંકાનેર લાલજીભાઈ રામેશ્વરભાઈ ચાકરે રહે, વાંકાનેર મીલપ્લોટ વાળા પોતાના ભાઇ શજુભાઇ રામેશ્વરભાઇ ચાકરે કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં સીટી પોલીસ સ્ટેશને લાવેલ અને તે કેફી પ્રવાહી પીધેલ હાલતમાં આગળની કાર્યવાહી કરવા જણાવતા પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબનો ગુન્હો નોંધી ધોરણસર અટક કરેલ હતી.

દારૂ અંગેના બીજા ગુન્હા
માટેલ સીમમાં પવનપુત્ર કારખાના પાસેથી લીલાબેન કાળુભાઇ ભાટિયા પાસેથી 56 કોથળી, મૂળ ગારિયાના પણ હાલ મહીકા પાસે નદીના પટમાં રહેતા કરસન રામુભાઇ જખાણીયા પાસેથી 30 કોથળી, ભેરડાના શાંતિલાલ મોહનભાઇ ગાંગડિયા પાસેથી 10 કોથળી અને વીરપરના વરસીંગ મંગાભાઇ દેકાવાડીયાનો 3 બેરલ દેશી દારૂ મળી આવેલ છે. આરોપી હાજર મળેલ નહોતો.

પીધેલ પકડાયા
જીનપરા રામ મંદિર પાસે રહેતા રમેશ ધીરુભાઈ ધરજીયા પીધેલ પકડાયા. પચ્ચીસ વરિયામાં રહેતા મહોબ્બત સુખાભાઈ સોલંકી પીધેલ અવસ્થામાં પકડાયા છે.

ટ્રાફિક અંગેના ગુન્હા
પાડધરાના મુન્નાભાઈ જીવણભાઈ કુંઢીયા મોટર સાયકલ સર્પ આકારે ચલાવતા, ગારીડાના પરબત સુરાભાઈ બાવળીયા રીક્ષા નં GJ-36-U-6889 ને બેફિકરાઈથી ચલાવતા અને વાલાસણના આદિલ ઉર્ફે સિકંદર આદમભાઇ દલપોત્રા સ્પેલન્ડરને ટ્રાફિકને અડચણરૂપ ઉભું રાખતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!