વાંકાનેર: ઢુવા પાસે આવેલ નદીમાં ન્હાવા માટે લોકો ગયા હતા ત્યારે નદીમાં ડૂબી જતાં મૂળ રાજસ્થાનના રહેવાસી સાળી અને બનેવીનું મોત નીપજ્યું છે….
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે શિવરાત્રિના દિવસે ભરાયેલ મેળામાં વસ્તુઓ વેચવા માટે રાજસ્થાનથી એક જ પરિવારના લોકો આવ્યા હતા અને તે લોકો ગુરુવારે બપોરના સમયે વાંકાનેર તાલુકાનાં ઢુવા ગામ પાસે સિમ વિસ્તારમાંથી પસાર
થતી મહાનદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ઘરના સભ્યો જેમાં બાળકો મહિલાઓ સહિતના ન્હાતા હતા ત્યારે અચાનક જ માયાબેન રતનભાઈ વણઝારા (ઉ.18) કોઈ કારણોસર પાણીમાં ડુબવા લાગ્યા હતા જેથી કરીને તેને બચાવવા માટે તેના બનેવી
મુરારીભાઈ કલ્યાણભાઈ વણઝારા (ઉ.23) પાણીમાં પડ્યા હતા અને સાળીને બચાવવા માટે પાણીમાં પડેલા બનેવી પણ પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને બન્નેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને તેઓના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે…
