કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બનેવીને સાળાએ લોખંડના પાઇપ ફટકાર્યા

બનેવીને સાળાએ લોખંડના પાઇપ ફટકાર્યા

જુના રાજાવડલા રોડ ઉપર યુવાનનો ગળાફાંસો

મિલ પ્લોટમાં જુગારી ઝડપાયા
વાલાસણ- મીતાણા રોડ ઉપરથી દારૂની બોટલ સાથે ધરપકડ

વાંકાનેર: અહીં શહેર પાસે રાજેશભાઈ સોલંકીએ મોરબીમાં રહેતા તેમના બનેવી ભરતભાઈ મગાભાઈ સોલંકી (ઉ.38) નામના યુવાનને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી તેઓને જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છેજુના રાજાવડલા રોડ ઉપર યુવાનનો ગળાફાંસો
વાંકાનેરના જુના રાજા વડલા રોડ ઉપર આવેલ કોટેજ ફેક્ટરીના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા માંડો સિરાજભાઈ સોરણ (ઉ.19) નામના યુવાને ગઈકાલે પોતાના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં ભોજરાજસિંહ હરદેવસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મિલ પ્લોટમાં જુગારી ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મિલ પ્લોટ ડબલ ચાલી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ગફુરભાઈ ઇસ્માઈલ મોવર (50), બિલાલ વલીમહમદભાઈ આંબલીયા (36), શબ્બીર હાસમ કટિયા (31), અનવર દાઉદભાઈ બાબરીયા (55), મોઈન ઉર્ફે મોન્ટી ઉસ્માનભાઈ હાલા (55), રસુલભાઈ રહીમભાઈ મોવર (30) અને આસમ દોસમામદ મોવર (30) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 29,000 રૂપિયાની રોકડ કબજે કરી હતી, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છેવાલાસણ- મીતાણા રોડ ઉપરથી દારૂની બોટલ સાથે ધરપકડ
ટંકારા તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપરથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 562 રૂપિયાની દારૂની બોટલ સાથે યુસુફ તમાચીભાઈ ઠેબા (ઉ.43) રહે. મીતાણા ધરપકડ કરી હતી….

Content Copying Forbidden !!

error: Content is protected !!