વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સભાખંડ હોલમાં ગઈ કાલે સવારે અગિયાર વાગ્યે તાલુકા પંચાયત પ્રમુખ કૈલાશબા હરિસિંહ ઝાલાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી જેમાં કોંગ્રેસના 5 સભ્યો અને ભાજપના 11 સભ્યોની હાજર રહ્યા હતા.




વાંકાનેર તાલુકા પંચાયત ખાતે કોઈ પણ જાતના વાદવિવાદ વગર 2024- 25 નું બજેટ અને 15 માં નાણાપંચના નાણાંના થનાર ખર્ચ મંજુર કરવામાં આવ્યા હતા. 92 ગામ પંચાયતને આવરી લઇ આગામી વર્ષ માટેનું નાણાં ફાળવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. મળેલ સાધારણ સભામાં તાલુકા પંચાયત મહિલા પ્રમુખ કૈલાસબા હરિસિંહ ઝાલા તેમજ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન, ઉપપ્રમુખશ્રી સહિતના કુલ ૧૬ કોંગ્રેસ ભાજપના સદસ્ય સભ્યો હાજર રહ્યા હતા.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
