ગેરકાયદે દબાણ કરનારાઓ ઉપર તવાઈ બોલાવાશે
વાંકાનેર: નગરપાલિકા દ્વારા અગાઉ જર્જરીત મકાનો ઈમારતોનો સર્વે હથ ધરાયો હતો. આજે શહેરના છેવાડાના વિસ્તારોમાં વિશીપરા તથા મીલપ્લોટ વિસ્તારથી જર્જરીત મકાનો તોડી પાડવાની કાર્યવાહી ચીફ ઓફિસર ગિરીશકુમાર સરૈયા દ્વારા હાથ ધરાઈ હતી.
જેમાં વિશીપરા વિસ્તારમાં જર્જરીત મકાન ઉપરાંત મીલપ્લોટ ચોકમાં વર્ષો જૂનું જકાત નાકું સહિત ખંઢેર હાલતમાં મોત ઝઝુમતી ઈમારતો તોડી પાડવાની કાર્યવાહીનો પ્રારંભ કરી દેવાયો છે.
ચીફ ઓફિસર ગિરીશભાઈ સરવૈયાએ વધુ માહિતી આપતા જણાવેલ કે, શહેરભરમાં દરેક વિસ્તારમાં જર્જરીત અને ખંઢેર હાલતમાં ઉભેલી મકાનો દુકનો, ઈમારતો, તોડી પડાશે ઉપરાંત પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર જને દબાણ કર્યાનું ધ્યાને પડશે ત્યાં પણ કાર્યવાહી કરી દબાણ હટાવાશે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ