અપ-ડાઉન કરનારા માટે પરેશાની
સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સૌરાષ્ટ્રની 1800 બસો રોકાશે
વાંકાનેર: સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ થઈ છે ત્યારે તા.11ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સોમનાથ ખાતે કાર્યક્રમમાં હાજરી આપનાર છે. તા.11ના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. શ્રધ્ધાળુઓ સોમનાથ સરળતાથી પહોંચી શકે તે માટે ખાસ ટ્રેન અને એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.


આ અંગેની એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સોમનાથ પર્વ અંતર્ગત તા.11ના રોજ રાજકોટ, જુનાગઢ, સોમનાથ (વેરાવળ), અમરેલી અને જામનગર ખાતેથી મોટી સંખ્યામાં એસટી બસો દોડાવવામાં આવનાર છે. આ ડીવીઝનોમાંથી 1800 જેટલી એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ વિભાગમાંથી 200 થી વધુ એસટી બસોની ફાળવણી કરવામાં આવનાર છે. આથી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત રવિવારે સૌરાષ્ટ્રભરમાંથી 1800 જેટલી બસો રોકાઈ જશે આથી ખાસ કરીને ગ્રામ્ય રૂટો ઉપર અસર પડશે તેવું સુત્રો જણાવે છે.
