વાંકાનેર શહેર નજીક તાલુકાના પંચાસર ગામ નજીક રાતીદેવરી ગામ તરફના હાઇવ બાયપાસના પર આવેલ મચ્છુ નદી પરના પૂલ પરથી આજે સવારે વાંકાનેરના વેપારી આધેડે કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપધાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના પંચાસર ગામ પાસે રાતીદેવળી ગામ તરફ જવાના રસ્તે હાઇવે બાયપાસ પર આવેલ મચ્છુ નદીના પુલ પરથી રાજેશભાઈ ધીરજલાલ મણીયાર (ઉ.વ. ૪૮, રહે. વૃંદાવન વાટીકા, ડેશ્વર રોડ, વાંકાનેર) નામના વેપારીએ કોઇ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરી લીધો હતો,
જેથી આ બનાવની જાણ થતાં વાંકાનેર સિટી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસના મુકેશભાઇ ચલાવી રહ્યા છે….