આ સિઝનનો છેલ્લો અને યાદગાર પ્રોગ્રામ
વાંકાનેર: AAA GROUP WANKANER દ્વારા આજરોજ તા.04/06/2025 ને બુધવારના રોજ આ સીઝનની છાશ વિતરણનો છેલ્લો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો.. ખાસ જણાવીએ તો સિઝનની શરૂઆતથી લઈને આજના પૂર્ણતાના દિવસ સુધીમાં જેટલા પણ છાસ વિતરણ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા તેમનો અદ્ભુત અને અપ્રતિમ અને આગવો પ્રતિસાદ મેળવ્યો અને જાણતા અજાણતા બધા જ લોકો છાસ નહીં પણ ધોરવા જેવી જ છાસ પીધી હોય તેઓ જ અહેસાસ અને અનુભવ પણ કર્યો..


ખરેખર આ છાશ વિતરણના બધા જ પ્રોગ્રામમાં તમામ કાર્યકર્તા એકદમ હોંશ અને જોશથી જે સેવા આપી અને અમુક વિતરણના દિવસો કોઈ અમૂલ્ય દાતા શ્રીઓ દ્વારા કરવામાં આવ્યા તે સર્વે બદલ ગ્રુપ આપ સર્વેનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે
એક યાદગાર સિઝનની સમગ્ર વાંકાનેર તાલુકાની જાહેર અને પ્રેમાળ જનતાએ વિશેષ નોંધ લઈ અને અચૂક લાભ અને અવસર મેળવ્યો એ બદલ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેર સૌનો આભાર માને છે….
