મોરબી જિલ્લામાં કેશ ડોલ્સ ચૂકવવાનું શરૂ: અધિક નિવાસી કલેકટરશ્રી
મોરબી : બીપરજોય વાવાઝોડાનો સામનો કરી થોડી રાહત અનુભવ કરનાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આજે સવારથી સ્થળાંતરીત લોકોને કેશડોલ્સનું ચુકવણું ચાલુ કરી દીધું હોવાનું અને બપોર સુધીમાં તમામ લોકોને ચૂકવાઈ જનાર હોવાનું મોરબી જિલ્લા અધિક કલેકટર એન.કે.મુછાર દ્વારા જણાવી નુકશાન અંગે સર્વે પણ શરૂ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
એક વાતચીતમાં મોરબી અધિક નિવાસી કલેકટર એન.કે.મુછારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશ અન્વયે આજે સવારથી જ મોરબી જિલ્લામાં વાવાઝોડા દરમિયાન સ્થળાંતરીત કરવામાં આવેલ અસરગ્રસ્તોને રોકડ રૂપે કેશડોલ્સ ચુકવવામાં આવી રહી છે અને
બપોર સુધીમાં તમામ લોકોને કેશડોલ્સ ચૂકવાઈ જશે, આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં નુકશાની સર્વેની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.